Entertainment

અક્ષય કુમારની ફિલ્મ ‘ગુડ ન્યુઝ’ નું બદલાયું નામ કરણ જોહરે કરી રિલીઝ ડેટની જાહેરાત

ઉડાન ટાઈમ્સ ન્યુઝ: આજે અક્ષય કુમારે તેમના જન્મદિવસ પર એ જાહેરાત કરીને ચાહકોને ઉત્સાહિત કરી દીધા કે તે આગામી ફિલ્મ ‘પૃથ્વીરાજ’ માં સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણની ભૂમિકા ભજવશે તેમજ તેમની બીજી ફિલ્મના ટાઇટલની પણ જાહેરાત કરવામાં આવી છે. આ સંદર્ભમાં 9 સપ્ટેમ્બરનો દિવસ અક્ષય કુમાર જ નહીં પરંતુ તેના ચાહકો માટે પણ ખૂબ જ ખાસ અને યાદગાર બની ગયો છે.

હવે અક્ષયની જે ફિલ્મના ટાઇટલની ઘોષણા કરવામાં આવી છે તે છે ‘ગુડ ન્યૂઝ’. પહેલા ફિલ્મનું ટાઇટલ ‘Good News’ હતું જે હવે બદલીને ‘Good Newwz’ કરવામાં આવ્યું છે. એટલે કે ફેરફાર ફક્ત ફિલ્મના નામની સ્પેલિંગમાં થયો છે. કરણ જોહરે અક્ષય કુમારને જન્મદિવસની શુભેચ્છા પાઠવતા ફિલ્મના ટાઇટલ અંગે એક અપડેટ શેર કર્યું છે. તેમણે લખ્યું હતું કે, ‘હેપ્પી બર્થડે અક્ષય. અમે તમને ખૂબ જ પ્રેમ કરીએ છીએ. Good News એ છે કે અમારી ફિલ્મ GoodNewwz આ વર્ષેના અંતે રિલીઝ થશે. દર્શકોને 27 ડિસેમ્બરનો ઇંતજાર રહેશે. ‘

મહત્વનું છે કે આ વર્ષની જેમ આવતા વર્ષે પણ અક્ષય કુમારની ઘણી ફિલ્મો આવવાની છે. આવતા વર્ષમાં તેમના ખાતામાં ઘણી ફિલ્મો નોંધાયેલ છે અને હવે તે એક પછી એક વધુ ફિલ્મોની ઘોષણા કરી રહ્યાં છે.

‘પૃથ્વીરાજ’ અને ‘ગુડ ન્યૂઝ’ સિવાય અક્ષય કુમાર પાસે ‘સૂર્યવંશી’, ‘હાઉસફુલ 4’, ‘લક્ષ્મી બોમ્બ’ અને ‘બચ્ચન પાંડે’ ફિલ્મ છે. માનવામાં આવી રહ્યું છે કે અક્ષય કુમારની તાજેતરની રિલીઝ ફિલ્મોની જેમ જ તેની આવનારી આ ફિલ્મો પણ બોક્સ ઓફિસ પર ખૂબ કમાણી કરશે અને નવા રેકોર્ડ બનાવશે.

‘ગુડ ન્યૂઝ’ ની વાત કરીએ તો આ ફિલ્મ આગામી 27 ડિસેમ્બરે રિલીઝ થશે. અક્ષય કુમાર ઉપરાંત કરિના કપૂર ખાન, દિલજીત દોસાંઝ અને કિયારા અડવાણી પણ આ ફિલ્મમાં જોવા મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *