Entertainment

સતત હિટ ફિલ્મો બાદ આયુષ્માન ખુરાનાએ પોતાની ફી માં કર્યો પાંચ ગણો વધારો, હવે ફિલ્મ માટે લેશે આટલા કરોડ

બૉલીવુડ અભિનેતા આયુષ્માન ખુરાનાની ફિલ્મ ડ્રિમ ગર્લ ધૂમ મચાવી રહી છે. ‘બરેલી કી બેફી થી લણે ‘ડ્રિમ ગર્લ’ સુધી સતત સાત સુપરહિટ ફિલ્મ આપ્યા બાદ આયુષ્માન ખુરાનાએ બોલીવુડના સુપરસ્ટાર્સ ના લિસ્ટમાં પોતાનું નામ શામેલ કરી લીધું છે. હવે ડ્રિમ ગર્લ ફિલ્મની જબરદસ્ત કમાણી બાદ આયુષ્માન ખુરાનાએ પોતાની ફી માં વધારો કર્યો છે.

વર્ષ 2012 માં વિક્કી ડોનર ફિલ્મ દ્વારા બોલીવુડમાં એન્ટ્રી કરનાર અભિનેતા આયુષ્માન ખુરાના હાલમાં રિલીઝ થયેલ ફિલ્મ ડ્રિમ ગર્લને કારણે ચર્ચામાં છે. આ ફિલ્મ આયુષ્માન ખુરાનાના બૉલીવુડ કરિયરની સૌથી વધુ કામની કરનાર ફિલ્મ બની ચુકી છે. જ્યારે તેની આગામી ફિલ્મ ‘બાલા’ પણ ચર્ચામાં છે.

ફિલ્મોને સતત મળી રહેલ સફળતાને કારણે આયુષ્માન ખુરાનાએ પોતાની ફી માં વધારો કરવાનો નિર્ણય કર્યો છે. મળતી માહિતી મુજબ આયુષ્માન ખુરાને પોતાની ફી માં સીધો પાંચ ગણો વધારો કર્યો છે. અત્યાર સુધી આયુષ્માન ખુરાના પોતાની ફિલ્મ માટે બે કરોડ લેતા હતા જે હવે વધારીને દસ કરોડ લેશે.

ઉલ્લેખનીય છે સત્યર સુધીની આયુષ્માન ખુરાનાની બધી ફિલ્મો માધ્યમ બજેટ વાળી હતી પરંતુ તેમ છતાં પણ તે મોટા મોટા દિગ્ગ્જ બૉલીવુડ એક્ટરની મોંઘી ફિલ્મોને ટક્કર આપતી આવી છે. મહત્વનું છે કે અંધાધૂંધ ફિલ્મ માટે આયુષ્માન ખુરાનાને નેશનલ ફીમ એવોર્ડ દ્વારા પણ સન્માનિત કરવામાં આવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *