Do You Know?

હવે ઘરે બેઠા જ ઑનલાઈન 7/12 ના ઉતારાની નકલ જોઈ શકશો ફ્રીમાં , કોઈને પૈસા નહી ચુકવવા પડે, અહી ક્લિક કરી જાણો આ સરળ રીત…

સામાન્ય રીતે એમ કહી શકાય કે આજનો યુગ એ ડીજીટલ યુગ છે. અને આ ડીજીટલ જમાનામાં પણ ઘણા એવા લોકો છે કે જેમને તેમના જમીનના કોઈ પણ સરકારી કાગળિયાં જોઈએ ને 7/12 હોઈ, 8-અ હોઈ, કે પછી બીજા કોઈ પણ પુરાવા હોય.

તો એના માટે કાતો કલેકટર કચેરીના ધક્કા જ ખાધા હશે, અથવા તો કોઈ એજન્ટને રૂપિયા આપીને તેમની જોડેથી કામ કરાવતા હશે અને પછી એ પુરાવાઓ લાવતા હશે. પરંતુ આજે આ લેખમાં હું તમને એક એવો રસ્તો બતાવવાની છુ કે જેનાથી તમે ઘરે બેઠા જ આ બધી જ વસ્તુઓ કાઢી શકશો અને અને સાથે સાથે તમારે એ પણ જાણવું હોઈ કે 1955 થી અત્યાર સુધીના જેટલા પણ જુના 7/12 હતા તેની સ્કેન કોપી ક્યાં જોવી, તો તેના માટે આ લેખ ધ્યાનથી વાંચજો અને તમને ખુબ જ ઉપયોગી પણ થશે આજનો આ લેખ.

હવે ઘણા બધા લોકોને તો ખબર જ હશે પરંતુ જેને નથી ખબર તેમને હું જણાવી દવ કે તમે ઘરે બેઠા તમારા 7/12 ના ઉતારા હોઈ કે પછી જમીનને લગતા વળગતા કોઈ પણ સરકારી કાગળિયાં હોય તે તમે ઓનલાઈન જોઈ શકો છો. હવે તમારે ના કોઈ કચેરીએ ધક્કો ખાવાની જરૂર છે કે ના કોઈ એજન્ટને રૂપિયા આપીને પુરાવા મેળવવાની.

હવે આ તમે જો કરવા માંગતા હોવ તો તમારે સૌથી પહેલા ગુગલ ઉપર લખવાનું છે, ANYror  જેમાં ror એટલે record of rights, એ તમે ઓનલાઈન ચેક કરી શકો છો, એટલે આ પહેલી જે સાઈટ આવી છે https://anyror.gujarat.gov.in/ બસ તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે. અને તેના પર ક્લિક કરવાથી તમને એક નવું પેજ ખૂલેલું દેખાશે. અને જેમાં તમે ગ્રામ્ય ક્ષેત્રની જમીનના પુરાવા જોઈ શકો, શહેરી વિસ્તારની જમીનના પુરાવા જોઈ શકો છો પછી જમીનને લાગતો કોઈ પણ કેસ હોઈ તેની પણ વિગતો જોઈ શકો છો, અને આ સિવાય કોઈ પણ પ્રોપર્ટી તેમના નામથી કે સર્વે નંબરથી તમે જાણી શકો છો.

આપણે જઈશું ગ્રામ્ય વિસ્તારમાં અને ખેતી વાડીની જમીન જોઈશું કારણ કે તેમાં જે નવું ફીચર આવ્યું છે તેજ આજે આ લેખમાં ખાસ બતાવવાનું છે. અને એટલે આપણે રૂરલ ઉપર ક્લિક કરીશું, અને rural ઉપર ક્લિક કરવાથી એક નવી સ્ક્રીન જોવા મળશે. અને હવે તે સ્ક્રીનમાં તમે બધું જ જોઈ શકો, જે પહેલું ઓપ્શન એ આવશે કે, જુના સ્કેન કરેલ ગા.ન.૭/૧૨ ની વિગતો તમે જોઈ શકો છો અને એ 1955 થી લઈને અત્યાર સુધીના બધા જ પુરાવા આમાં તમને દેખાશે. આ સાથે જૂના સ્કેન કરેલ હક પત્રક ગા.ન.૬ ની વિગતો પણ તમે જોઈ શકો, ગા.ન.૭ ની વિગતો, ગા.ન.૮અ ની વિગતો, વગેરે તમે જોઈ શકો છો.

પરંતુ આપણે ટ્રાયલ માટે જુના સ્કેન કરેલ ગા.ન.૭/૧૨ ની વિગતોને સિલેક્ટ કરીશું ને એટલે નીચે કેટલીક એન્ટ્રી કરવાની આવે છે એ સેમ્પલ માટે, સેમ્પલ માહિતી હું તમને અહી આપું છુ. તો એ માટે આપણે જીલ્લો અમદાવાદ, તાલુકામાં સાણંદ, વિલેગમાં પણ તમે કોઈ પણ તમારું નાખી શકો છો, અહી ઉદાહરણ માટે શીખવું હોઈ તો મોરેયા નાખી દીધું છે અને સર્વે નંબર માં એક પસંદ કરેલો નંબર 18/1 નાખી દેવો.

અને તે થયા બાદ એક નવી સ્ક્રીન ખુલશે અને જેમાં સૌથી નીચે જો જોઈશું તો 1955 થી અત્યાર સુધીના બધા જ 7/12 ની નકલ તમે જોઈ શકો છો, એટલે હવે આ તો કેવું થયું કે તાલુકા કચેરી જેટલું ધ્યાન રાખે છે તેટલું ધ્યાન આપણા કાગળિયાંનું રહેશે અને આ બધા 7/12 એટલી સારી રીતે અપલોડ થયા હશે. એટલે આપણે 1955થી જોઈ શકીએ છીએ. અને લેટેસ્ટ પણ તમે ૨૦૧૦ વગેરે જોઈ શકશો. તો મિત્રો આવી જ રીતે જમીનને લગતા કોઈ પણ પુરાવાઓ હોય એ તમે આ વેબ સાઈટ ઉપરથી જોઈ શકો છો.

-ગુજરાતી ન્યુજ & માહિતી ટીમ

મિત્રો આ લેખ તમને પસંદ આવ્યો હોઈ તો અમારું ફેસબુક પેજ લાઈક કરી શેર જરૂર કરજો..અમે તમારા માટે નવી નવી માહિતીઓ લાવતા રહીશું…

નોંધ: આ લેખને કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુર લેવી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *