Amazing Books

જાણો આ મહાત્મા ગાંધી પર લખાયેલ આ છ પુસ્તક વિશે, જે તમને ગાંધી વિચારધારાને સમજવા કરશે મદદ

ઉડાન ટાઈમ્સ: આજના વધતા જતા ટેક્નોલોજી યુગમાં લોકો માતૃભાષાને ભૂલી રહ્યા છે ત્યારે ગુજરાતી ભાષા પ્રત્યે આપણું સન્માન જળવાઈ રહે અને ગુજરાતી ભાષાના વાંચન પ્રત્યે રુચિ રહે તે હેતુથી અમે અવનવા લેખો ગુજરાતી ભાષામાં આપની સમક્ષ મૂકીએ છે.

દુનિયામાં થયેલ કેટલીય આઝાદીની લડાઈમાં આઝાદીના લડવૈયાઓના પ્રેરણાસ્ત્રોત રહેલા મહાત્મા ગાંધીનું જીવન ખૂબ જ સંઘર્ષથી ભર્યું રહ્યું હતું. મહાત્મા ગાંધીના આ સંઘર્ષપૂર્ણ જીવન પર કેટલાક પુસ્તકો પણ લખાયેલા છે. ગાંધીજી પોતે પણ એક સારા નેતા હોવાની સાથે એક સારા લેખક પણ હતા, જેમણે પોતે પણ કેટલાક પુસ્તકો લખ્યા છે.

જો તમે પણ ગાંધીજીના જીવન સાથે જોડાયેલી વાતો, તેમનો સંઘર્ષ અને તેમના વિચારો વિશે કઈ જાણવા માંગો છો તમે તેમના પર લખાયેલા પુસ્તકો વાંચી શકો છો. આવો આજના આ લેખમાં જાણીએ એ પુસ્તકો વિશે, જે ગાંધીજીને જાણવામાં આપણી મદદ કરી શકે છે.

ગાંધી : ધ યર્સ ધેટ ચેન્જડ ધ વર્ડ (1994-1948)

આ પુસ્તક જાણીતા ઇતિહાસકાર રામચંદ્ર ગુહાએ લખ્યું છે. આ પુસ્તક ગાંધીજીના જીવનની કહાની દર્શાવે છે અને આમાં મહાત્મા ગાંધીના સાઉથ આફ્રિકાથી ભારત આવવાને લઈને તેમના મૃત્યુ સુધીની જાણકારી છે. આ પુસ્તક મહાત્મા ગાંધીની બાયોગ્રાફી પુસ્તકોમાંનું એક છે.

ગાંધી બીફોર ઇન્ડિયા

આ પુસ્તક પણ રામચંદ્ર ગુહાએ લખ્યું છે. આ પુસ્તકમાં મહાત્મા ગાંધીના ભારત આવવાની પહેલાની યાત્રા વિષે લખાયું છે. આ પુસ્તક મુજબ ગાંધીજીએ એક વકીલના રૂપમાં કેટલાય વર્ષો સાઉથ આફ્રિકામાં વિતાવ્યા હતા અને સિવિલ રાઇટ્સ કાર્યકર્તાના રૂપમાં પણ  કાર્ય કર્યું હતું. આ પુસ્તક શરૂઆતના વર્ષોમાં ગાંધીજીના વ્યક્તિત્વ વિશે દર્શાવે છે.

ગાંધી: પ્રિસનર ઑફ ઑફ

આ પુસ્તક Judith M.Brown એ લખ્યું છે. આ પુસ્તકમાં ગાંધીજીની શરૂઆતની જિંદગી, વકીલના રૂપમાં તેમનું કરિયર, સાઉથ આફ્રિકામાં રંગભેદના વિરુદ્ધમાં તેમના સંઘર્ષના વિષે વિસ્તારમાં દર્શાવેલું છે.

વેઇટિંગ ફોર ધ મહાત્મા

આ પુસ્તક નારાયણે લખ્યું છે. પુસ્તકમાં એ વાતનું અધ્યયન છે કે ગાંધીવાદી ક્રાંતિની ભારતીય જન સાધારણ પર કેવી અસર રહી. આ પુસ્તકનું હિન્દી અનુવાદ મહાત્મા ગાંધીના હિન્દી પાઠકો માટે સારું પુસ્તક સાબિત થઇ શકે છે.

ધ લાઈફ ઑફ મહાત્મા ગાંધી

આ પુસ્તક મશહૂર ઇતિહાસકાર અને ગાંધીજીના નજીકના મિત્રોમાંથી એક Louis Fischer એ લખ્યું છે. આ પુસ્તકમાં ભારતમાંથી અંગ્રેજોને ભગાવવા માટે તેમના તરફથી ઉપયોગમાં લેવાયેલી નૈતિકતા અને રણનીતિઓ વિશે વિસ્તારથી દર્શાવ્યું છે. આ પુસ્તક પર એક ફિલ્મ પણ બની છે, જેને આઠ અકાદમી પુરસ્કાર મળ્યા હતા.

કહેવાય છે કે મહાત્મા ગાંધી પોતે પણ સારા લેખક હતા. તેમના વિચારો અને તેમના સંઘર્ષો વિશે જાણવા માટે તેમના જ લખાયેલા પુસ્તકો ખૂબ કારગર સાબિત થઇ શકે છે. ગાંધીજી લોકોને જાગૃત કરવાના ઉદ્દેશ્યથી સમાચારપત્રો અને કોઇ વ્યક્તિ વિષેશના વિશે પણ લખ્યા કરતાં હતા.

સત્યના પ્રયોગો

તેમનું પુસ્તક An Autobiography or The Story of My Experiments WithTruth- આત્મકથા અથવા મારા સત્યના પ્રયોગો (1927) તેમની આત્મકથા છે. આ પુસ્તક તેમના મશહૂર પુસ્તકોમાં સૌથી પ્રમુખ છે. આ પુસ્તકમાં ગાંધીજીએ વર્ષ 1920 સુધી પોતાના જીવનનું વ્યક્તિગત અને આધ્યાત્મિક વર્ણન કર્યું છે.

સાથોસાથ તેમણે આ પુસ્તકમાં તેમના જીવન સાથે જોડાયેલી કેટલીક મુખ્ય ઐતિહાસિક ઘટનાઓનું પણ વર્ણન કર્યું છે. ગાંધીજીને સમજવા માટે ગાંધીજીનું આ પુસ્તક ખૂબ જ મદદગાર છે. આ પુસ્તકમાં તેમણે પોતાના સિદ્ધાંતો અને કઠોર દ્રઢ સંકલ્પ વિશે પણ લખ્યું છે. આના સિવાય પણ ગાંધીજીના કેટલાય પુસ્તકો છે જેને તમે વાંચી શકો છો.

આ પુસ્તક પર મુકવામાં આવ્યો હતો પ્રતિબંધ

કહેવાય છે કે અમેરિકી લેખક સ્ટેનલે વોલપર્ટની ફિક્શન રચના ‘નાઈન ઓવર્સ ટૂ રામા’ ને ભારતમાં પ્રતિબંધ કરી દેવામાં આવ્યું હતું. આ પુસ્તકમાં લેખક સ્ટેનલેએ નથુરામ ગોડસેના હાથથી ગાંધીજીની હત્યાની છેલ્લી નવ કલાકની વિશે બતાવ્યું હતું. આના પછી આ પુસ્તક પર બનેલી એક ફિલ્મ પર પણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો હતો.

21 મી સદી એ જ્ઞાનની સદી છે અને જ્ઞાન એ જ 21 મી સદીનું ધન છે.” આવા જ અન્ય અવનવા જ્ઞાનવર્ધક લેખ નિયમિત રીતે વાંચતા રહેવા માટે અમારા ફેસબુક પેજ ઉડાન ટાઈમ્સ (Udaan Times) ને લાઈક કરો તથા આ લેખ પસંદ આવ્યો હોય તો શેર કરી દરેક લોકો સુધી પહોંચાડો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *